વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી તા. 20-09-2025 ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ, નવસારી ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધામાં જનતા માધ્યમિક શાળા, ખેરગામના વિદ્યાર્થી રણજીતભાઈ દેવજીભાઈ મોકાશી (ધોરણ-12) એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું હતું.
ચક્રફેંક : પ્રથમ ક્રમ
હથોડા ફેંક : પ્રથમ ક્રમ
ગોળાફેંક : તૃતીય ક્રમ
રણજીતભાઈને રાજ્ય કક્ષાની ચક્રફેંક અને હથોડા ફેંક સ્પર્ધામાં ભાગ લેવા લાયકાત પ્રાપ્ત થઈ હતી. રાજ્ય કક્ષાએ તેમના પ્રદર્શન બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.આ સિદ્ધિ બદલ માર્ગદર્શક શિક્ષક શ્રી કેતનભાઈ સી. પટેલ, આચાર્યશ્રી ચેતન કે. પટેલ તથા સમગ્ર શાળા પરિવારને જનતા કેળવણી મંડળ, ખેરગામ તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.