વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામના જગદમ્બા ધામ ખાતે ચાલી રહેલી શારદીય નવરાત્રી અંતર્ગત પ્રફુલભાઈ શુક્લની દેવી ભાગવત કથામાં આજે મહાકાળી અને રક્તબીજના સંઘર્ષનું વર્ણન કરવામાં આવ્યું હતું.પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું કે “ભારતની સંસ્કૃતિમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની સાથે પૂજા થતી આવી છે. અસુરોનો નાશ કરવા દેવી આયુધો ધારણ કરે છે અને ભક્તોને અભય આપે છે. જેવો પ્રસાદ માગો તેવો મળે છે.”આ પ્રસંગે નવચંડી યજ્ઞમાં ભારતીય જનતા પાર્ટી ખેરગામ તાલુકા પ્રમુખ લીતેશભાઈ ગાવિત, મહામંત્રી વિજયભાઈ રાઠોડ, ગૌરી ગામના સરપંચ પ્રકાશ પટેલ, જતેન્દ્ર રાજ પુરોહિત, લીલાબેન પટેલ, મનુભાઈ પટેલ, બિપીનભાઈ ભેરવી તથા પ્રતીક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કથાના દસમા દિવસે બીડું હોમીને 108 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી અને અંતે સર્વેને મહાપ્રસાદ અપાયો હતો. આવતીકાલે 11મા દિવસે માતાજીની મૂર્તિ તથા જવારા વિસર્જન વિધિ યોજાશે.