સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત બાંટવા નગરપાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. વી.જે. સુરેજા દ્વારા શ્રીકન્યા વિનય મંદિરની વિધાર્થીઓ સાથે સ્વચ્છતા સંવાદ યોજવામાં આવ્યો હતો.આ સ્વચ્છતા સંવાદ અંતર્ગત ડો.વી.જે.સુરેજા દ્વારા નગરપાલિકા દ્વારા યોજવામા આવતી દરેક સ્વચ્છ ભારત અભિયાનને લગત કેમ્પેઇનમા જોડાવા વિધાર્થીઓને અપીલ કરવામા આવી હતી. તેમજ આવનારા દિવાળીના તહેવાર દરમ્યાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા આહવાન કર્યુ હતુ.આ ઉપરાંત આપણા ઘર, શેરી, મહોલ્લા, બજાર, શાળામા સ્વચ્છતા જાળવવા અને નગરપાલિકાને સાથ અને સહયોગ આપવા વિધાર્થીઓને સ્વચ્છતા સંવાદના માધ્યમ દ્વારા સંદેશ આપ્યો હતો
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ