AHAVADANGGUJARAT

ડાંગનાં આહવા ખાતે ટેલીગ્રામ મારફત લોભામણી લાલચ આપી 90 હજાર રૂપિયાની ઠગાઈ કરી સાયબર ફ્રોડ..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા ખાતે ટેલીગ્રામ મારફત લોભામણી લાલચ આપીને અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને 42 વર્ષીય પુરૂષ પાસેથી 90 હજાર રૂપિયા પડાવી લેવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ત્યારે સાયબર ફ્રોડને લઈ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.ડાંગ જિલ્લાના આહવા પટેલપાડા ખાતે રહેતા અમિત સુરેશભાઈ દુશાને ટેલિગ્રામ ઉપર DEV PROFIT નામની ચેનલ પર વિડીયો જોતા હતા.ત્યારે  ટેલીગ્રામમાં એક લીંક આવેલ જેમા અમિતભાઈ એ  કલીક કરતા સામેથી એક અજાણ્યા નંબર  ઉપરથી  ફોન આવેલ અને કહેલ કે,” હું શીમરન બોલુ છુ અને કહેલ કે શેર માર્કેટમા બેનીફીટ જોઈનું હોય તો હું અમારા સાહેબનો નંબર તમને આપુ છુ.” તેમ કહી તેઓએ એક મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યાર બાદ તે  મોબાઈલ નંબર પરથી વોટ્સએપ ઉપર https://cxmeta.in/ragistration નામની લીંક આવેલ જેમા અમિતભાઈએ  રજીસ્ટ્રેશન તથા લોગીન થતા તે મોબાઈલ નંબરના ધારક રમેશ મિશ્રાએ સામેથી ફોન કરી oxmeta એપ્લીકેશનમા જોડાઇ ગયેલ છો જેથી રૂ.50,000/- નાખશો તો તમને રૂ.1,00,000/- નુ બેનીફીટ થશે તેમ કહી અમિતભાઈને લોભામણી લાલચ આપી તેઓએ મોકલેલ લીંકમા છેતરપીંડી કરી અમિતભાઈ પાસેથી ગુગલ -પે થી અલગ અલગ ટ્રાંજેક્શન કરી કુલ રૂ.90,575/- નખાવી પરત નહી આપી છેતરપિંડી અને સાયબર ફ્રોડ કરેલ હતો.જેને લઇને અમિતભાઈ એ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!