GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલમાં ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૫’ અંતર્ગત “વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ” યોજાયો

તા.૧/૧૦/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું

Rajkot, Gondal: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલ નગરપાલિકા દ્વારા ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે “વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ”નું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં અંદાજિત ૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા તથા રોજિંદા જીવનમાં કસરત અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતીય પરંપરાગત ધાન્યો જેવા કે જુવાર, બાજરી, કોદરી, કાંગ વગેરેનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ વધારવા માટે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગોંડલ નગરપાલિકાના સિટી મેનેજર શ્રી યશભાઈ ભુપતભાઈ વઘાસિયા, સેનિટરી સબ ઇન્સ્પેક્ટર શ્રી ચિરાગભાઈ શ્યારા, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગજેન્દ્રભાઈ ગોકાણી તથા સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ભાર્ગવભાઈ ઠુંમર, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!