GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જુના ઘૂટું રોડ પર ટ્રેલરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
MORBI:મોરબીના જુના ઘૂટું રોડ પર ટ્રેલરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
મોરબીના જુના ઘૂટું રોડ પર સેગો સિરામિક નજીક ટ્રેલરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જુના ઘૂટું રોડ પર સેગો સિરામિક નજીક ટ્રેલર આર જે ૦૧ જીઈ ૫૭૮૬ શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના પાઉંચ નંગ ૫૭૬ કીમત રૂ.૪૧,૪૭૨ મળી આવતા રાજેન્દ્રસિંગ ઉર્ફે રાજુ ભોલસિંગ રાવત અને રાહુલભાઈ સૌકીનભાઈ કટત ને ઝડપી પાડી દારૂનો મુદામાલ, મોબાઈલ નંગ ૨ એમ કુલ મુદમાલ કીમત રૂ.૧૦,૯૧,૪૭૨ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે