GUJARATJUNAGADH

જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત

જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોરબંદર જિલ્લાના મુળ માધવપુર તેમજ જુનાગઢ જિલ્લાના શીલ ગામ ખાતે આવેલ શીલ બંધારા તથા નેત્રાવતી નદી વિસ્તારની મુલાકાત લીધી હતી.મંત્રીશ્રીએ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ મધુવંતી નદીની મુલાકાત લીધી અને નદીમાં પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નેત્રાવતી–મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ મંત્રીશ્રીએ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન નદી પર નવો બંધારો બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ મુલાકાત દરમિયાન માંગરોળ–માળીયાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા અગ્રણી શ્રી રાજાભાઈ ભરડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!