ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપાટ ગામે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.
૨ જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે પ્રાથમિક શાળા કપાટ ખાતે મહાત્મા ગાંધીની ૧૫૬ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મામલતદાર પુરવઠા શાખા, ગામના સરપંચ, તલાટી કમમંત્રી, ગામના વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાત્મા ગાંધીની તસ્વીરને દિપ પ્રાગટય કરી તેમને યાદ કર્યા હતા તેમજ બાળકોએ વકતૃત્વ સ્પર્ધા દ્વારા ઉપસ્થિત સૌને મહાત્મા ગાંધી અને તેમણે કરેલ શ્રેષ્ઠ કાર્યો અંગે ઝાંખી કરાવી હતી. સૌથી વિશેષ લેખન સ્પર્ધા જેમાં બાળકોએ ગામ માં રહેતા દાદા દાદી પાસેથી ૪૦ વર્ષ પહેલાનું જીવન જેમાં, રહેણી કરણી, ખોરાક, પહેરવેશ, લગ્ન-મરણ વિવિધ પ્રસંગોમાં વગેરે કઈ રીતે ઉજવી જીવતા હતા તેમજ માતા પિતા પાસેથી વર્તમાન સમયમાં આ બધું કઈ રીતે ચાલી રહ્યું છે. અને આ બંને જીવન નો તફાવત જોતા કયું જીવન જીવવું મહત્વનું છે એ વિષયે લેખન કરી સરસ રીતે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તમામ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠતા મેળવનાર બાળકો તેમજ પ્રતિભાગી થનાર બાળકોને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી. તેમજ દાન આપનાર દાતશ્રીઓને પણ ભેટ આપી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આ પ્રસંગે આ કાર્યક્રમના આયોજક નિલેષ વસાવા દ્વારા મહાત્મા ગાંધીના ૧૧ મહાવ્રતનું ગાન કરેલ અને તેના અર્થ અને મહત્વ અંગે વાત કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ભેટનું દાન આપનાર દાતાશ્રીઓ કપાટ ગામના યુવા મિત્રો સમિત, સતીશભાઈ, દેવેન્દ્ર, અજીતભાઈ, ભરતભાઈ, રવીન્દ્રભાઈ, નરેશભાઈ તેમજ અનામી દાતાશ્રીનો સહયોગ મળ્યો હતો. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીનીઓ તેમજ ગામના યુવા વિકાસભાઈ તેમજ કિશોરભાઈ એ ખૂબ સરસ સહકાર મળ્યો હતો. કાર્યક્રમના અંતે નાયબ મામલતદાર પુરવઠા શાખા, મામ. કચેરી ઝઘડીયા જેકણભાઈ વસાવા દ્વારા પ્રસંગ અનુરૂપ સંબોધન કરવામાં આવેલ અને અંતે સૌએ મોઢું મીઠું કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.