GUJARATHALOLPANCHMAHAL

દશેરાના પાવન પર્વને અનુલક્ષીને સર્વ સમાજ હાલોલ દ્વારા કંજરી શ્રીરામજી મંદિર ખાતે મહાશસ્ત્ર પૂજન અને નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા યોજાઈ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૧૦.૨૦૨૫

અધર્મ પર ધર્મની જીત અને અસત્ય પર સત્યની જીતના પાવન પર્વ ગણાતા અને બુરાઈ પર અચ્છાઈનું પ્રતિક ગણાતા દશેરાના પાવન પર્વની આજ રોજ હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દશેરાના પાવન પર્વને અનુલક્ષીને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સર્વ સમાજ હાલોલ દ્વારા આજે સવારે કંજરીના શ્રી રામજી મંદિર ખાતે સવારે મહાશસ્ત્ર પૂજન અને બપોરના સમયગાળા દરમિયાન નગરના રાજમાર્ગો પર વિશાળ વાહનો સાથે શોભાયાત્રા મહારેલીનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતે શ્રી રામજી મંદિરના મહંત પ.પૂ. મહામંડલેશ્વર શ્રી રામશરણદાસજી મહારાજ તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમારની અધ્યક્ષતામાં વર્ષોની પરંપરા પ્રમાણે ભારે ધાર્મિક વાતાવરણમા હાલોલ નગર સહિત તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ સહિત સર્વે હિન્દુ સમાજના લોકોની વિશાળ હાજરીમાં મહાશસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ક્ષત્રિય સમાજના લોકો તેમજ સર્વ હિન્દુ સમાજના લોકોએ પોતપોતાના વિવિધ પ્રકારના શસ્ત્રોનું ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે ભારે શ્રદ્ધા અને આસ્થાભેર સાથે પૂજન કર્યુ હતું.જે બાદ હાલોલ શહેરની વી.એમ.સ્કુલ ખાતેથી શોભાયાત્રા મહારેલીનો શુભારંભ કરાયો હતો.જેમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈ, હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તેમજ ક્ષત્રિય સમાજના અનેક અગ્રણી મહાનુભાવો સહિત હાલોલ શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના તેમજ સર્વે હિન્દુ સમાજના લોકો વિશાળ સંખ્યામાં માથે પરંપરાગત સાફો બાંધી વાહનો સાથે શોભાયાત્રા મહારેલીમાં જોડાયા હતા.જ્યારે અનેક લોકો પરંપરાગત વેશભૂષા અને હાથોમાં શસ્ત્ર પ્રદર્શન સાથે આ રેલીમાં જોડાયા હતા.જેમાં આ વિશાળ શોભાયાત્રા મહારેલી વી.એમ.સ્કુલ ખાતેથી નીકળી બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત નગરના પાવાગઢ રોડ ખાતે રહી બોમ્બે હાઉસ ત્રણ રસ્તા ખાતે આવેલ શૂરવીર મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલ મહારાણા પ્રતાપજીની પ્રતિમા ખાતે પહોંચી હતી. જયાં ઉપસ્થિત તમામ મહાનુભવો અને સર્વે હિન્દુ સમાજના લોકો દ્વારા શૂરવીર મહારાણા પ્રતાપજીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.જે બાદ આ શોભાયાત્રા મહારેલી મહારાણા પ્રતાપ ચોક ખાતે રહી પરત નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી કંજરી બાયપાસ રોડ પર આવેલ અક્ષર પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી.જ્યાં રેલીનું સમાપન કરાયું હતું.જેમાં અક્ષર પાર્ટી પ્લોટ ખાતે રેલીમાં જોડાયેલા તમામ લોકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.

Back to top button
error: Content is protected !!