BANASKANTHAGUJARAT

કાંકરેજ માંથી નવીન બનેલા ઑગડ તાલુકાનું તાલુકા મુખ્ય મથક થરા ખાતે લોકાર્પણ..

કાંકરેજ માંથી નવીન બનેલા ઑગડ તાલુકાનું તાલુકા મુખ્ય મથક થરા ખાતે લોકાર્પણ..

કાંકરેજ માંથી નવીન બનેલા ઑગડ તાલુકાનું તાલુકા મુખ્ય મથક થરા ખાતે લોકાર્પણ..

સરકાર દ્વારા લોકોને નજીકના વિસ્તારમાં સરકારી સુવિધાઓ મળી રહે તે માટે તાલુકાના વિભાજન કરી નવીન તાલુકા બનાવતા લોકોમાં ખુશી જોવા મળી હતી.કાંકરેજ તાલુકામાંથી નવો ઑગડ તાલુકો બનાવતા થરા નગર પાલિકા ખાતે અને તેનું મુખ્ય મથક થરા રખાતા આજે ઓગડ થળી મહંત બળદેવનાથ બાપુ ની પાવન નિશ્રામાં સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ શિરવાડીયા, કાંકરેજ ધારાસભ્ય અમરત ઠાકોર બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પ્રમુખ ચેતનાબેન સોની,કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા,ભુપતજી ગોહિલ,મામલતદાર વી.એમ. પટેલ,એ.પી.એમ.સી.થરાના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી, દિનેશભાઈ ઠક્કર શિહોરી,વસંતજી ઘાંઘોસ, કનુભાઈ ઠક્કર,બાબુભાઈ ચૌધરી,નટુભાઈ પટેલ,ડી.ડી. જાલેરા,દિનેશજી ઘાંઘોસ, સોમાજી ઠાકોર,પૂરણસિંહ વાઘેલા,વદનસિંહ વાઘેલા, ઉમેશભાઈ પ્રજાપતિ,રમેશભાઈ પ્રજાપતિ,હિતેશભાઈ મોચી, પ્રવીણભાઈ પરમાર,રામજીભાઈ પરમાર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ માં નવિન ઓગડ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા વર્ચ્યુલી કાર્યક્રમ થકી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે નવીન તાલુકાનો દરજ્જો મળતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી લોકોએ સરકારનો આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!