ARAVALLIGUJARATMODASA

મોડાસા : હજુ પણ નામચીન બિલ્ડર ને ત્યાં તપાસ શરુ 70 કલાક જેટલો સમય વીતવા આવ્યો – મોડાસામાં IT અને ED ના ધામા, બે નંબરી રૂપિયાની આવક ધરાવતા લોકો સકંજામાં આવ્યા હોવાની ચર્ચાઓ

મોડાસા શહેરમાં શિક્ષકો પણ બિલ્ડરો બન્યા હોવાની ચર્ચાઓ જામી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : હજુ પણ નામચીન બિલ્ડર ને ત્યાં તપાસ શરુ 70 કલાક જેટલો સમય વીતવા આવ્યો – મોડાસામાં IT અને ED ના ધામા, બે નંબરી રૂપિયાની આવક ધરાવતા લોકો સકંજામાં આવ્યા હોવાની ચર્ચાઓ

મોડાસા શહેરમાં શિક્ષકો પણ બિલ્ડરો બન્યા હોવાની ચર્ચાઓ જામી

મોડાસા: અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આયકર વિભાગની વિશાળ કાર્યવાહી હવે નવા તબક્કે પહોંચી ગઈ છે. સતત તપાસ ચાલી રહી હોવા છતાં આજે મામલામાં નવો વળાંક આવ્યો છે, કારણ કે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) પણ તપાસમાં જોડાઈ ગયું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક બિલ્ડર અને ડોક્ટરો દ્વારા વિદેશમાં નાણાંની હેરફેર અને હવાલા ટ્રાન્ઝેક્શનના સંકેતો મળ્યા બાદ ઇડીની ટીમને તપાસમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે મામલો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે.છેલ્લા 70 કલાકથી વધુ સમયથી કેન્દ્રીય એજન્સીઓ મેરેથોન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ડોક્ટરો અને બિલ્ડરોના રહેણાંક મકાન, ઓફિસો તથા કોમ્પ્લેક્સમાં તલાશી હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, હાલ પણ કોલેજ રોડ પર આવેલા ફેઝાન કોમ્પ્લેક્સ ખાતે એક જાણીતા બિલ્ડરની ઓફિસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે.

ઇડીની એન્ટ્રી બાદ મોડાસા શહેરમાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે, જ્યારે સામાન્ય લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આગામી કલાકોમાં તપાસમાંથી વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.આ કાર્યવાહી હવે માત્ર આયકર વિભાગ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ કેન્દ્રીય સ્તરે અનેક એજન્સીઓની સંયુક્ત કાર્યવાહી બની ગઈ છે. કરોડો રૂપિયાના કાળા નાણાંના વ્યવહારો બહાર આવવાની આશંકા છે. બીજી તરફ મોડાસા શહેરમાં કેટલાક શિક્ષકો પણ બિલ્ડરો બની ગયા હોવાની ચર્ચા જામી છે, જેના કારણે તપાસના રેલો વધુ ઊંડો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!