GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari/ Dang: અસત્ય પર સત્યનાં વિજય સમાન દશેરાનાં પાવન પર્વની ડાંગ અને નવસારી જિલ્લામાં ભવ્ય ઉજવણી..

મદન વૈષ્ણવ

ડાંગ અને નવસારી જિલ્લાનાં  વાંસદા સહિત મુખ્ય તાલુકા સ્થળોએ રાવણ દહન કાર્યક્રમ યોજાયા..

નવરાત્રીના પર્વની પૂર્ણાહુતીરૂપી દશેરાના તહેવારની ડાંગ અને નવસારી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દિવસ દરમિયાન શસ્ત્રો તથા વાહનોની પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને રાત્રીનાં નવ વાગ્યાનાં અરસામાં રાવણ દહન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં નવરાત્રીમાં નવદુર્ગાના સ્વરૂપની આરાધના કરવામાં આવે હતી. અને નવરાત્રિની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી.જે બાદ નવરાત્રીના પર્વની પૂર્ણાહુતીરૂપી દશેરાના તહેવારની પણ સમગ્ર ડાંગ જિલ્લા સહિત નવસારી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. વાંસદા વઘઈ,આહવા,સુબીર વગેરે ગામોમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો.અને રાવણના પૂતળા બનાવી તેનું દહન કરી અધર્મ પર ધર્મના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ જિલ્લાના કેટલાક સ્થળોએ પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.જેમાં શસ્ત્ર પૂજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ડાંગ જિલ્લામાં રાવણ દહન કાર્યક્રમમાં વરસાદે વિધ્ન ઉભું કર્યુ હતુ. જેથી રાત્રીનાં 9 પછી રાવણ દહનનાં કાર્યક્રમો થયા હતા..

Back to top button
error: Content is protected !!