MORBI:મોરબી શ્રી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૬ મી જન્મજયંતિ મહાપ્રસાદ સહીત સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે
MORBI:મોરબી શ્રી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૬ મી જન્મજયંતિ મહાપ્રસાદ સહીત સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે
છેલ્લા ૧૪ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ ના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગ નુ જલારામ ધામ ખાતે અનેરૂ આયોજન
પ્રભાતધૂન,અન્નકુટ દર્શન,કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ, પૂ.જલારામબાપા નુ પૂજન, બપોરે ૪ કલાકે સરપ્રાઈઝ કાર્યક્રમ સહીત ના કાર્યક્રમો યોજાશે
સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૬મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ ધામ દ્વારા તા.૨૯-૧૦-૨૦૨૫ બુધવાર કારતક સુદ સાતમ ના રોજ પૂ.જલારામબાપા ની ૨૨૬મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવા નુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, બપોરે ૨ઃ૩૦ કલાકે પૂ.જલારામ બાપા નુ પૂજન, બપોરે ૪ કલાકે સમસ્ત જલારામ ભક્તો માટે સરપ્રાઈઝ કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓ ને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. *પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડ ના જવાનો, બારમા વર્ષે હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા ,તેરમા વર્ષે પીજીવીસીએલ ના વાયરમેન, ગત વર્ષે એસ.ટી. વિભાગ ના મહિલા કંડકટર ના વરદ્ હસ્તે કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે.પ્રવર્તમાન વર્ષે બપોરે ૪ કલાકે સર્વે જલારામ ભક્તો માટે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી જલારામ ધામ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી સહીત ની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તથા દીવ્ય સરપ્રાઈઝ કાર્યક્રમ યોજાશે.આમંત્રિત વિશેષ વ્યક્તિઓ નુ નામ સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે જે જલારામ જયંતિ ના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમ મા સર્વે જલારામ ભક્તો ને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.