MORBI મોરબી રેન્જ આઈ જી અશેક કુમારની અધ્યક્ષતામાં સિરામિક એસોસિયેશનની અને ઉધોગપતિઓ સાથે મિટિંગ યોજાઇ
MORBI મોરબી રેન્જ આઈ જી અશેક કુમારની અધ્યક્ષતામાં સિરામિક એસોસિયેશનની અને ઉધોગપતિઓ સાથે મિટિંગ યોજાઇ
તા. ૩/૧૦/૨૫ ના રોજ એસ.પી. કચેરી- મોરબી ખાતે રાજકોટ વિભાગનાં માનનીય આઇ.જી.પી. શ્રી અશોક કુમાર (IPS) સાહેબ ની અધ્યક્ષતામાં આયોજીત મિટિંગમાં સિરામિક એસોસિએશન અને અન્ય વિવિધ ઉધોગ ના આગેવાનો એ હાજર રહ્યા હતા.
જેમાં મોરબી ના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે મુદ્દાસર ચર્ચા થઇ હતી.- ટ્રાફિક ને લગતા પ્રશ્નો – સાઇબર ક્રાઇમ કઇ રીતે ઘટી શકે અને સાયબર ક્રાઇમ થતા અટકાવવા શુ શુ પગલા લેવા તે બાબતે ચર્ચા થઇ – સાયબર ક્રાઇમ થયો હોય ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ માં ફોન કરી મદદ મેળવી શકાય.
– ઉધોગો માં રોજીરોટી માટે આવતા કર્મચારીઓ ની સલામતી માટે “હેલ્મેટ વગર નો એન્ટ્રી “ બાબત ની કાળજી લેવા માં આવે તો મહદ અંશે રોડ પર થતા એક્સિડન્ટ માં જાનહાનિ ટાળી શકાય. કર્મચારી ને સુરક્ષિત રાખવાં ઉધોગકાર અગત્યની ભુમિકા અદા કરી શકે.- કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલિસ તંત્ર હંમેશા કડકહાથે કાર્યવાહી કરતુ આવ્યુ છે ને કરતુ રહેશે. જેમાં ગમે ત્યારે રજુઆત હોય તો ઉપરી અધિકારી નો સંપર્ક કરવો.- નંબર પ્લેટ વગર ની અને કાળા કાચ વારી કાર તાત્કાલિક ડીટેઇન થશે તેવી બાબત ની માર્મિક ટકોર કરવામાં આવી ..
રેન્જ આઇ.જી. અશોક સાહેબ અવાર નવાર મોરબી ની મુલાકાત લઇ ને ઉધોગકાર સાથે બેઠક કરતા હોય છે જેમાં જુના પ્રશ્નો ની સમીક્ષા અને નવા પ્રશ્નો શાંભળી તાત્કાલીક નિરાકરણ લાવતા હોય મોરબી સિરામિક એસોસિએશન આભાર વ્યક્ત કર્યો વિશેષ માં મુકેશકુમાર પટેલ એસપી તથા ડીવાય એસપી ઝાલા અને સારડા સાહેબ વિવિધ પ્રશ્નો બાબતે હમેશા સકારાત્મક અભિગમ દાખવી ઉઘોગના પ્રાણ પ્રશ્નો સાંભળી ને નિરાકરણ લાવતા હોય સૌવ ઉધોગકાર સવિશેષ આભાર માને છે.