NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડેકોરેટીવ કોડીયા અને મીણબતીની તાલીમ યોજાઈ

 

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

સરકાર દ્વારા કૌશલ્ય વર્ધન આધારિત લઘુ ઉદ્યોગોને ઘણું પ્રોત્સાહન આપવામાં આવી રહયુ છે. જેનો મુખ્ય હેતું ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની તકો વધે અને યુવાધનમાં આંતરિક કૌશલ્યનો વિકાસ થાય તે છે. આથી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીનાં માનનીય. કુલપતિશ્રી ડો.ઝેડ.પી.પટેલનાં માર્ગદર્શનની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા આગામી દિવાળીનાં મહાપર્વને ધ્યાનમાં રાખી ગ્રામીણ કિશોરીઓ માટે બે દિવસીય ” ડેકોરેટીવ દિવડા અને મીણબતી ” બનાવટની તાલીમ યોજાઈ. કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સુમિત સાથેખેએ જણાવ્યું કે ગ્રામીણ કિશોરીઓ આ તાલીમ લીધા બાદ જાતે નાના પાયા પર ગરગથ્થુ પ્રવૃતિ કરી આર્થિક રીતે સક્ષમ બનશે. તાલીમમાં ગૃહ વિજ્ઞાનનાં વૈજ્ઞાનિક નિતલ પટેલે બનાવટોનાં બજાર વ્યવસ્થાપન તેમજ પ્રેકટીકલ તાલીમ મછાડ ગામનાં શ્રીમતિ ફાલ્ગુની બહેનનાં સહયોગથી માર્ગદર્શન આપ્યુ હતું. આ તાલીમમાં ૨૦ જેટલી જુદા જુદા ગામની કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

Back to top button
error: Content is protected !!