અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ૨..જી ઓક્ટોબર ગાંધી જ્યંતિ નિમિતે અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોમાં યોજાયેલ ખાસ ગ્રામસભામાં “આદર્શ બાલ મિત્ર ગામ” નિર્માણ માટે ગ્રામજનોએ લીધા સંકલ્પ
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તથા વિકાસ કમિશનરની કચેરી (પંચાયત શાખા) તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે દરેક ગામમાં બાળકોના મુળભુત અધિકારો જેવા કે, શિક્ષણ, આરોગ્ય પોષણ, સુરક્ષા અને બાળકોની સહભાગીતા સુનિશ્રિત કરવા માટે દરેક ગામને આદર્શ બાલ મિત્ર ગામ બનાવવા ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી સંકલ્પ લેવામા આવ્યા આવ્યા હતા. આ ગ્રામસભામાં તમામ ગ્રામજનો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, બાળ સુરક્ષા સમિતાના સભ્યો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિતે નિચે મુજબના સંકલ્પો લેવામાં આવ્યા. (૧) બાળ વિવાહમુક્ત ગામ બનાવીશું અને બાળ વિવાહ અટાકાવીશું (૨) ગામમાં કોઇ બાળક બાળમજુરી કરશે નહી અને ગામમાં બાળમજુરીમુક્ત ગામ બનાવીશું (૩) આપણા ગામના તમામ બાળકોને શાળામાં નિયમિત મોકલીશું અને બાળક ચાલુ અભ્યાસે શાળા છોડી ન જાય તે માટે કાળજી રાખીશું (૪) આપણા ગામના તમામ બાળકોને સ્વાસ્થ્યની કાળજી લેવા આરોગ્ય ચકાસણી અને રસિકરણ કરાવીશું (૫) ગામમાં નિયમિત બાળ પંચાયત યોજી બાળકોના મુદ્દાઓને પ્રાથમિકતા આપીશું. (૬) ગામમાં બાળકોને કોઇપણ પ્રકારની હિંસા, શોષણ તેમજ ભેદભાવથી સુરક્ષીત કરીશુ (૭) આપણુ ગામ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ગામમાં દરેક ગ્રામજનોને નશાકારક પદાર્થોનું સેવન ન કરવા માટેની અપીલ કરી શપથ લેવામાં આવ્યા. અરવલ્લી જિલ્લાની વિવિધ ગામોની ગ્રામસભાઓમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, સરપંચશ્રી, તલાટીશ્રી, ગ્રામજનો તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ સહભાગી બનેલ હતા.