સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત બાંટવા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫ કેમ્પેઇનમા જુદી જુદી પ્રવ્રુતિઓ જેમ કે, સ્વચ્છતા રેલી, સાંસ્ક્રુતિક પ્રોગ્રામ, રંગોળી / ચિત્ર સ્પર્ધા, યોગા શિબિર, વોલ પેઇન્ટીંગ, હ્યુમન ચેઇન, વેસ્ટ ટુ આર્ટ, સ્વચ્છતા સંવાદ સહિતની યોજાઈ હતી. આ અભિયાન અન્વયે સહભાગી થયેલ તમામ શાળાઓ તથા બ્રાન્ડ એમ્બેસેડર ડો.વી.જે.સુરેજા તથા શહેરી વિસ્તારમા સફાઇની શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ – ૫ સફાઇ કર્મચારીઓનું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યુ હતુ.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ