GUJARATIDARSABARKANTHA

હિંમતનગરના નાખી ગામે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન 2030 તૈયાર કરી ગ્રામ સભામાં મંજુર કરાયો

હિંમતનગરના નાખી ગામે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન 2030 તૈયાર કરી ગ્રામ સભામાં મંજુર કરાયો
*
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના નાખી ગામે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન- 2030 તૈયાર કરી ગ્રામસભામાં મંજુર કર્યો હતો.
ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કર્યો છે. આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે.આ અભિયાનનો હેતુ 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. “આદિ કર્મયોગી વિકસિત ભારતનું મિશન છે.જનસેવા, સમર્પણ અને સંકલ્પના માધ્યમથી દરેક નાગરિકને પ્રભાવશીલ શાસન અને સેવાના સંપૂર્ણ લાભો પૂરા પાડવાનું છે.”
આ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર શ્રીમતી કૈલાસબેન રાજગોર આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત દત્તક લીધેલા નાખી ગામમાં ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગીઓને તાલીમ સાથે વિલેજ એક્શન પ્લાન તૈયાર કરી તે અંગે વિસ્તારે માર્ગદશન આપ્યું હતું.
આ દરમ્યાન ગામમાં આદિ સેવા કેન્દ્ર નું શાળાની બાળકીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી શ્રી એસ. જે ડાભી, બ્લોક માસ્ટર ટ્રેનર શ્રી એમ. જે.કુરેશી,ગામના સરપંચશ્રી,તલાટી કમ મંત્રી,આંગણવાડી કાર્યકર,આશા વર્કર,ગામના સભ્યો,લોક આગેવાનો, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!