Rajkot: રાજકોટમાં કટારીયા ચોકડી પર ઓવરબ્રિજ તથા અન્ડરબ્રિજની કામગીરી સંદર્ભે પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટમાં ફેરફાર
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડથી ૧૫૦ ફૂટ રીંગ રોડ – ૨ પર કટારીયા ચોકડી નજીક ફ્લાય ઓવરબ્રિજ તથા અન્ડરપાસ (બ્રિજ)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી, શહેર પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા કટારીયા ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજ તથા અન્ડરપાસ (બ્રિજ) બનાવવાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટમાં ફેરફાર કરીને નીચે મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
પ્રતિબંધિત રૂટ:
– કાલાવડ રોડ પર જલારામ ફાસ્ટ ફુડથી કોસ્મોપ્લેક્ષ સિનેમા સુધીના રોડ પર બંને બાજુ તમામ પ્રકારના વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે.
– ૧૫૦ ફૂટ રીંગ રોડ – ૨ એકવાકોરલ બિલ્ડીંગથી લક્ષ્મીના ઢોરાવાળા સ્લેબ કલવર્ટ સુધીના રોડ પર બંને બાજુ તમામ પ્રકારના વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે.
વૈકલ્પિક રૂટ:
– રાજકોટ શહેરથી કાલાવડ તરફ આવવા-જવા માટે : કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડથી ધ વાઇબવાળા રસ્તાથી ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨ થઇ પંડિત દીનદયાળ ઉપધ્યાય આવાસથી જીનીયસ સ્કુલવાળા રસ્તાથી કાલાવડ તરફ જઇ શકાશે.
– કાલાવડથી રાજકોટ શહેર તરફ આવવા-જવા માટે : કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્ષ સિનેમાથી ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨થી એલેકઝીર રોડથી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ જઈ શકાશે.
– ૧૫૦ ફૂટ રીંગ રોડ – ૨ ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ આવવા-જવા માટે : ૧૫૦ ફૂટ રીંગ રોડ – ૨, એકવાકોરલ બિલ્ડીંગથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસથી જીનીયસ સ્કુલથી કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્ષ સિનેમાથી ૧૫૦ ફૂટ રીંગ રોડ – ૨ તરફ જઇ શકાશે.
– ૧૫૦ ફૂટ રીંગ રોડ – ૨ જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે : ૧૫૦ ફૂટ રીંગ રોડ – ૨થી એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રોડથી કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડથી ધ વાઇબ રોડથી ૧૫૦ ફૂટ રીંગ રોડ – ૨થી ગોંડલ રોડ તરફ જઈ શકાશે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો અને સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં.