Jasdan: જસદણવાસીઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપીને શ્રદ્ધાંજલી પાઠવી
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નગરપાલિકા દ્વારા બાઈક રેલી થકી સ્વચ્છતાનો સંદેશ અપાયો : સફાઈ કામદારોનું સન્માન કરાયું
Rajkot, Jasdan: ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત આયોજિત ‘સ્વચ્છોત્સવ’ ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અને ‘સ્વચ્છતા સર્વેક્ષણ’ને ધ્યાનમાં રાખીને આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
જસદણ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા જિલ્લેશ્વર પાર્કથી લઈને નગરપાલિકા ભવન સુધી બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ‘મારું જસદણ, સ્વચ્છ જસદણ’ જેવા સૂત્રો દર્શાવતા બોર્ડ અને રાષ્ટ્રધ્વજ સાથે લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવામાં સહાયરૂપ બનતા સફાઈ કામદારોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આમ, જસદણવાસીઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપીને ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.