GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી શહેરને FM રેડિયો સ્ટેશન ફાળવવા અંગે કલેકટરને લેખિતમાં રજૂઆત

MORBI મોરબી શહેરને FM રેડિયો સ્ટેશન ફાળવવા અંગે કલેકટરને લેખિતમાં રજૂઆત

 

 

મોરબી જિલ્લામાં હાલ એકપણ સરકારી મનોરંજન સેવા (દૂરદર્શન કે ઓલ ઈન્ડિયા રેડિયો કેન્દ્ર) કાર્યરત નથી. ત્યારે મોરબી શહેરમાં FM રેડિયો સ્ટેશન ફાળવવા અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

જીલ્લામાં હાલ એક પણ સરકારી મનોરંજન સેવા (દૂરદર્શન કે ઓલ ઈન્ડીયા રેડિયો કેન્દ્ર) કાર્યરત નથી. સરકારના અનેક કાર્યક્રમોનું પ્રસારણ રેડિયો સ્ટેશન મારફત કરવામાં આવે છે. પરંતુ મોરબીમાં હાલ કોઈ રેડિયો સ્ટેશન ન હોવાથી મોરબી જીલ્લાની ૧૨ લાખથી વધુ જનતા આ લાભથી વંચિત રહી જાય છે. અગાઉ મોરબીમાં દૂરદર્શન કેન્દ્ર કાર્યરત હતું. તે પણ બંધ કરી દેવામાં આવેલ છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં FM રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી રહેલ છે. ત્યારે મોરબીમાં સિરામિક, ઘડીયાળ, પેપરમીલ સહિતના ઉદ્યોગ કેન્દ્ર હોવાથી ભારતભરમાંથી લોકો વેપાર માટે મોરબી આવતા હોય છે.જો મોરબી શહેરને FM રેડિયો સ્ટેશન આપવામાં આવે તો આ લાભ મોરબીની જનતાને મળી શકે. જેથી ઉપરોકત અમારી રજુઆતને ધ્યાને લઈ મોરબી શહેરને FM રેડિયો સ્ટેશન આપવા લેખિતમાં રજૂઆત કરી

Back to top button
error: Content is protected !!