સંતરામપુર બીઓબી લોન કૌભાંડમાં મેનેજર ના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
સંતરામપુર બીઓબી લોન કૌભાંડમાં મેનેજર ના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા.
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર નવાબજાર માં આવેલ બેંક ઓફ બરોડા માં આચરાયેલા સાડાત્રણ કરોડ રૂપિયા નાં પસૅનલ લોન મહા કૌભાંડમાં સંડોવાયેલા બેંક નાં જેતે સમય નાં મેનેજર ભુપેશભાઈ દિનેશભાઇ પુરોહિત ની આ ગુન્હાની તપાસ માં સંડોવણી હોવાનું બહાર આવતા આ ગુનાની તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર ડીડોરે આ મેનેજર ભુપેશ પુરોહિત ની ધરપકડ કરી ને આરોપી ને સંતરામપુર કોટૅમા રજુ કરી ને આ આરોપી મુકેશ પુરોહિત નાં પોલીસ રિમાન્ડ ની તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર ડીડોર દ્વ્રારા
કોટૅ માં અરજી આપતાં સંતરામપુર નાં ચીફ જયુડીશીયલ મેજીસટેટ શ્રી મેમણ રુબરુ હીયરીગ થતાં કોર્ટે સરકારી વકીલ મુનિયાજી ને તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર અને આરોપી નાં વકીલ ની દલીલો સાંભળીને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી નાં પોલીસ રિમાન્ડ તા.06,01,2025 સુધી નાં મંજુર કરેલ છે.
આ પસૅનલ લોન મહા કૌભાંડમાં નાં ગુનાની તપાસ પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વક કરાય તો આ ગુનામાં સંડોવાયેલા અન્યો નો પણ પદૉફાશ થાય તેમ છે.