વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સેમિનાર હોલ ખાતે કટોકટી, આપદા કે યુધ્ધ જેવા સમયે પ્રસાશન સાથે ખભે ખભો મિલાવી નાગરીકો પોતે પોતાના તથા પરિવારના જાન માલના રક્ષણ કરી શકે તે હેતુ નાગરિક સંરક્ષણ ( સિવિલ ડિફેન્સ ) અવેરનેસ તાલીમ યોજાઈ હતી.
આ પ્રસંગે નોડલ અધિકારી નાગરિક સંરક્ષણ શ્રી યુ.વી. પટેલ સાહેબ, મામલતદાર (ડિઝાસ્ટર) શ્રી આર.એમ. મકવાણા તથા ડી.પી.ઓ. શ્રી ચિંતન પટેલે વિશેષ હાજરી આપી હતી. તેમણે ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંરક્ષણ મિશનને સફળ બનાવવા માટે તનતોડ મહેનત અને તત્પરતા દર્શાવી હતી.
વિશેષમાં નાગરિક સંરક્ષણ તાલીમ આપવા માટે રાજ્ય સરકારના નાગરિક સંરક્ષણ સુરત યુનિટ, અમરોલી ડિવિઝનના ડેપ્યુટી ડિવિઝનલ શ્રી આશિષકુમાર વાડોદરીયાની નિયુક્તિ કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન નાગરિક સંરક્ષણ માળખું, આપત્તિ વ્યવસ્થાપન તથા જનજાગૃતિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમમાં આશરે 45 થી 50 લોકોની હાજરી રહી હતી. જેમાં ડોક્ટર, શિક્ષકો, હોમગાર્ડ જવાનો તથા પોલીસ વિભાગના અધિકારીઓની સક્રિય હાજરી જોવા મળી હતી.
ઉપરોક્ત જાગૃતિ અભિયાન બાદ સુરત નાગરિક સંરક્ષણ સુરતના ટ્રેનર આશિષ વાડોદરીયા નુ જીલ્લા પ્રસાસન ડાંગ-આહવા દ્વારા તાલિમોને વેગ મળતો રહે તે હેતુ આ એવરનેસ તાલિમ બદલ પ્રશસ્થી પત્રથી સન્માન કરવામાં આવ્યુ જે નાગરીક સંરક્ષણ સુરત માટે ગૌરવનુ ઉદાહરણ બનશે.