વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર ઘટકમાં સમાવિષ્ટ કુલ-૫ સેજા પૈકીનાં પિપલાઇદેવી સેજામાં આવેલ હિંદળા આંગણવાડી કેન્દ્રમાં ૬ માસથી ૫ વર્ષનાં બાળકો નોંઘાયેલ છે. જેમાં હિંદળા ગામના વતની રવિન્દ્રભાઇ કુંવરનું પરિવાર ખેતી સાથે સંકળાયેલું છે અને તેઓ માત્ર ૬ માસ પૂરતી જ ખેતી કરે છે. આ પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનાં પુત્ર હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવર આંગણવાડી કેન્દ્ર હિંદળામાં ૬ માસથી ૩ વર્ષનાં લાભાર્થીમાં સમાવેશ થાય છે. આ બાળક ફક્ત ૬ માસનું છે.
હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવરનું આંગણવાડી કેન્દ્ર ખાતે તા.૦૩-૧૨-૨૦૨૪ નાં રોજ વજન-ઉંચાઇ કરવામાં આવતા તેઓનું વજન ૮૦૦ ગ્રામ અને ઉંચાઇ ૪૫ સે.મી. નોંઘાયેલ છે. જે પોષણ ટ્રેકરનાં ડેટા મુજબ લાલ ગ્રેડમાં આવેલ હતું. તથા તા. ૧૬-૦૧-૨૦૨૫ નાં રોજ હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવરનું આંગણવાડી કેન્દ્ર ખાતે વજન કરવામાં આવતા તેઓનું વજન ૧.૩૦૦ ગ્રામ નોંઘાયેલ છે. જેથી આ બાળક લાલ ગ્રેડમાંથી લીલા ગ્રેડમાં આવી જાય તે માટે આ બાળક ઉપર આંગણવાડી કેન્દ્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
આ બાળકને આંગણવાડી માંથી મળતી સેવાઓ નિયમિત આપવામાં આવી અને માતા -પિતાનું ખાસ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તથા મુખ્ય સેવિકા દ્વારા આંગણવાડી કેન્દ્ર પર હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવરની માતાશ્રી જયવંતીબેન કુંવરને બોલાવી માતૃ શકિત વિશે સમજણ આપવામાં આવી હતું.
બાળકની ઉંમર પ્રમાણે બાળકનો જે ગ્રોથ હોવો જોઈએ તેવો ગ્રોથ હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવર માં જોવા મળ્યો ન હતો તેથી આંગણવાડી કાર્યકર દ્વારા સતત બાળકની ગૃહ મુલાકાત કરી, માતા -પિતાની કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તેમજ તેઓને નિયમિત કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા હતા. સાથે જ બાળકની રાખવામાં આવતી સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ બાળક પાછળ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે બાળકના વજન અને ઉંચાઈમાં સુધારો થયો છે.
જન્મ સમયે બાળકનું વજન ઓછું જોવા મળતા સરકાર દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આ બાળકને અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ કાર્યક્રમમાં બાળકની યોગ્ય વૃઘ્ઘિ અને વિકાસની દેખરેખ માં મદદરૂપ થાય તે માટે આંગણવાડી કાર્યકર દ્વારા બાળકની સતત ગૃહ મુલાકાત કરવામાં આવી અને માતા-પિતાનું કાઉન્સીલીંગ કરવામાં આવ્યું હતું.
બાળકની માતા અને દાદીને સી.ડી.પી.ઓશ્રી દ્વારા ઘરે જઇને માતાને સ્તનપાન કરાવવાની રીત કાંગારુ મઘર કેર માતા બાળકને કેટલા સમય ઘવડાવે છે. બાળક દિવસમાં કેટલી વખત પેશાબ કરે છે. માતા અને બાળકની સ્વચ્છતા પર ધ્યાન આપ્યું અને બાળકને કોઇ તબીબી સમસ્યા છે કે નહી? વગેરે બાબતનું ઘ્યાન રાખવામાં આવ્યું.
બાળકના માતા-પિતા પોતાના બાળક ઉપર સતત દેખરેખ બદલ આંગણવાડી અને આંગણવાડી ના ઉપરા અધિકારીનો ખુબ ખુબ આભાર માન્યો છે. અને સરકારની આવી યોજનાથી બાળકના માતા-પિતાને ખુબજ સારું લાગ્યું. બાળક ના માતા-પિતા કહે છે કે, “અમારા પુત્ર હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવર હવે રમવામાં, જમવામાં એકદમ બદલાઈ ગયા છે હવે શરીરમાં સારી સ્ફૂર્તિ દેખાય છે અને હમેંશા ખુશ રહે છે.”