GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિ અન્વયે વિવિધ કામગીરી કરાઈ

MORBI:મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિ અન્વયે વિવિધ કામગીરી કરાઈ

 

 

મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઇ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામા આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામા આવી હતી તેમજ ખુલ્લી ગટર તેમજ વોકળામા મચ્છર ના થાય તે માટે દવા છંટકાવ તથા ડસ્ટીંગ સહિત ની કામગીરી કરવામા આવી હતી.

મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમા સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલ બંધિયાર પાણી વહેતુ કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેંન્દ્ર નો સમ્પર્ક કરવા અપીલ કરવા આરોગ્ય અધિકારી મોરબી મહાનગરપાલિકા યાદીમાં જણાવાયુ છે

Back to top button
error: Content is protected !!