બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
નેત્રંગ – રાજપારડી રોડ પર આવેલ ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ઉડી ગામમાં રહેતા સામાજીક કાર્યકર ઉર્મિલાબેન દલુભાઈ વસાવા છેલ્લા કેટલાક વર્ષો થી પોતાના આદિવાસી સમાજ ના ગરીબ પરિવારો માટે નિસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. કોરોના કાળ દરમ્યાન પંથક ના ગરીબ આદિવાસીઓ પરિવારો માટે અનાજની કીટનું વિતરણ, ગરીબ આદિવાસી બાળકો માટે દફતરથી લઈ ને ચોપડા, નોટબુક આપવામાં આવે છે.
દિવાળીના તહેવારોમાં પંથકની વિધવા મહિલાઓને સાડીનું વિતરણ, શિયાળા ની ઋતુમાં ધાબળા નું વિતરણ કરતા આવ્યા છે. તેવા સંજોગોમાં ચાલુ વષે નવરાત્રી નિમિતે વિધવાબેનો માટે ત્રણ દિવસ માટે ધાર્મિક યાત્રા પ્રવાસ નુંવિનામુલ્યે આયોજન કરીને માં અંબાજીના દર્શન માટે લકઝરી બસમાં લઈ જઈ માં અંબાજીના દર્શન કરાવામાં આવતા ગરીબ વિધવા આદિવાસીબેનોમાં આનંદ ની લાગણી ફરીવળી હતી.