વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ દશેરા ટેકરી ખાતે સ્થાપિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આ વર્ષે ૨ ઓક્ટોબર – ગાંધી જયંતિના પાવન અવસરે ભાજપ સંગઠન સહિત કોઈપણ સામાજિક સંસ્થાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી ન હતી.માત્ર કોંગ્રેસ સંગઠનના કાર્યકરોએ હાજરી આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.શાસક પક્ષ તરીકે ખેરગામ તાલુકા પંચાયત ક્ષેત્રમાં ભાજપની સક્રિય ભૂમિકા હોવા છતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલાઈ જવું ગામજનોમાં વ્યાપક ચર્ચાનો વિષય બન્યું છે.માહિતી મુજબ, ભાજપ સંગઠનના કેટલાક નેતાઓ ટેલિફોનિક વાતચીતમાં અન્ય સામાન્ય ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા હોવાથી આ કાર્યક્રમ માટે પૂરતી તૈયારી થઈ ન શકી હોવાનું માનવામાં આવે છે.પરિણામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય અવગણાઈ ગયું — જે બાબત સ્થાનિક સ્તરે ચર્ચાનો કેન્દ્ર બની છે.