AHAVADANGGUJARAT

ઔદ્યોગિક તાલીમ સંસ્થા આહવા તેમજ વઘઈ ખાતે “કૌશલ્ય દિક્ષાંત સમારોહ-૨૦૨૫”ની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગરનાં નેજા હેઠળ ચાલતી ઔધોગિક તાલીમ સંસ્થા,આહવા તેમજ વઘઇ ખાતે  તા-૪/૧૦/૨૦૨૫ ના રોજ “કૌશલ્ય દિક્ષાંત સમારોહ-૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વ્યવસાયોમાં ગત વર્ષે પાસઆઉટ તાલીમાર્થીઓ માંથી પ્રથમ, બીજુ અને ત્રીજુ સ્થાન ધરાવનાર તાલીમાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આઈ.ટી.આઈ આહવા ખાતે ગત વર્ષે વિવિધ વ્યવસાયોમાં NCVT પેટર્નમાં ૮૫% અને GCVTપેટર્નમાં ૯૪% તાલીમાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ઔધોગિક તાલીમ સંસ્થા, આહવા ખાતે કુલ ૧૩ ટ્રેડ કાર્યરત છે. જેમાં વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, ફિટર, મોટર મેકેનિક વ્હીકલ, વેલ્ડર, ફેશન ડીઝાઇન ટેકનોલોજી, સુઈંગ ટેકનોલોજી, સરફેસ ઓર્નામેન્ટ ટેકનીશીયન, કોસ્મેટોલોજી, કોમ્પુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસીટન્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્મેચર મોટર રીવાડીંગ, હાલ સંસ્થાની કુલ ૬૭૯ બેઠકો ભરાયેલ છે. સંસ્થા ખાતે વ્યવસાયલક્ષી તાલીમ આપીને યુવાધન ને રોજગારી તેમજ સ્વરોજગારી પૂરી પાડવાનો મુખ્ય લક્ષ્ય છે.
આ સમારોહમાં ઔધોગિક તાલીમ સંસ્થા, આહવા સાથે યુથ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ એમ્પોયઈલીટી માટે MOU કરનાર આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ( ભારત)નાં શ્રી જગદીશભાઈ ગાયકવાડ (પ્રોગ્રામ સ્પેશ્યાલીસ્ટ) મુખ્ય મેહમાન તરીકે પધારીને તાલીમાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું. સાથે સંસ્થાનાં એપ્રેન્ટીશ એડવાઇઝર ફોરમેન શ્રી.એસ.ઝેડ.ભુસારા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઈ.ચાર્જ આચાર્ય શ્રી.ડી.એસ.આહીરનાં માર્ગદર્શન હેઠળ આઈ.ટી.આઈનાં સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.જ્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વઘઈ ખાતે વિવિધ ટ્રેડ માંથી પાસ થયેલ પહેલા ત્રણ નંબર ધરાવતા તાલીમાર્થીઓના સન્માન માટે “કૌશલ્ય દિક્ષાંત સમારોહ-૨૦૨૫” યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા-વઘઈના સિનીયર બ્રાંચ મેનેજરશ્રી અશોક ઈથાપે મુખ્ય મહેમાન તેમજ સંસ્થાના આચાર્ય શ્રી ડી.એસ.આહિર, તમામ સ્ટાફગણ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. મહાનુભવોના હસ્તે ૯ ટ્રેડના કુલ ૨૭ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન શ્રી અશોક ઈથાપે સાહેબશ્રી એ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે આપવામાં આવતી વિવિધ સ્કીમોની માહિતી આપી હતી. સંસ્થાના આચાર્યશ્રી ડી.એસ.આહિર  દ્વારા તાલીમાર્થીની ઉજ્જવળ કારકિર્દી માટે રોજગાર લક્ષી માહિતી તેમજ એપ્રેન્ટીસને લગતી માહિતી અને લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!