DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANA

રાષ્ટ્રની સંસ્કૃતિનું વહન કરતા ગૌરવશાળી સંગઠનની શતાબ્દી

 

ધ્રોલ માં યોજાયો RSS નો શતાબ્દી વર્ષ નો વિજયાદશમી ઉત્સવ તથા પથ સંચલન અને શસ્ત્ર પૂજન.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપનાકાળથી પરંપરા અનુસાર દર વર્ષે વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ નું આયોજન કરે છે. આ વર્ષે સંઘ ની સ્થાપના ના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. હિન્દુ સમાજ માં વિજીગીશું જીવનધારા ના પુનઃ નિર્માણ અને દૃઢતા માટે સંઘ કટિબદ્ધ રીતે કાર્ય કરે છે. સંવત ૨૦૮૨ નો ધ્રોલ નગર અને તાલુકા નો વિજયાદશમી નો ઉત્સવ તારીખ ૦૫/૧૦/૨૦૨૪, રવિવાર ના દિવસે યોજાયો. કાર્યક્રમ દરમ્યાન શસ્ત્રપૂજન અને નગર ના મુખ્ય માર્ગો પર પથ સંચલન નું આયોજન થયું હતું. આ ઉપરાંત વિવિધ શારીરિક વિષય ના પ્રયોગો નું પ્રાત્યેક્ષિક યોજાયું.

કાર્યક્રમ દરમ્યાન રાજકોટ વિભાગ ના મા. સંઘચાલકજી શ્રી. ડો. સંજીવભાઈ ઓઝા નું માર્ગદર્શન અને ઉદબોધન થયું. તેમને જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્થાપના ને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર જી એ ૧૯૨૫ પહેલા વિવિધ ક્રાંતિકારી પ્રવૃતિ ઓ અને સ્વરાજ ના આંદોલનો ના અનુભવ ને અંતે ગુલામી આવવાના મૂળ કારણો દૂર કરવા સંઘ ની સ્થાપના કરી. વિવિધ પડકારો આવવા છતાં સંઘ વધુ મજબૂત થયો. સંઘ ની શાખા એક શાખા થી અત્યારે લાખો ગામો સુધી પહોંચી છે. પ્રવર્તમાન સમય માં સમાજ માં પર્યાવરણ સંરક્ષણ, નાગરિક કર્તવ્ય, સ્વદેશી અને સમાજ ને સ્વ નો બોધ, સામાજિક સમરસતા તેમજ કુટુંબ વ્યવસ્થા ના દૃઢીકરણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર વ્યક્ત કરી.

કાર્યક્રમ ના અતિથિ વિશેષ શ્રી. મહેશભાઈ સોરઠિયા એ પોતાના વક્તવ્ય મા RSS ના વિવિધ સેવાકીય કાર્યો નો ઉલ્લેખ કર્યો અને ઉમેર્યું કે દરેક વ્યક્તિ એ પોતાના જીવન માં વ્યવહારિક સેવા અને બૌધ્ધિક સેવા નો સમાવેશ કરવો જોઈએ. પશ્ચિમી સંસ્કૃતિ ના વાયરા માં આપણી સંસ્કૃતિ ને જાળવી રાખવા તેમજ સોશિયલ મીડિયા ના વિવેક પૂર્વ ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો.

આ કાર્યક્રમ માં વિશાળ સંખ્યા માં ધ્રોલ નગર અને તાલુકા ના સ્વયંસેવક બંધુઓ, આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વે ઉપસ્થિત લોકો એ કાર્યક્રમ ને અંતે શસ્ત્રપૂજન કર્યું. તેમ ધ્રોલથી અશ્ર્વીનભાઇ આશા જણાવે છે

____________________

—રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!