GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના રેવન્યુ વિભાગના કર્મચારીશ્રી એ માનવ જીવને સંકટ સમયમાં મદદરૂપ થઈ માનવતા મહેકાવી

MORBI:મોરબી જિલ્લાના રેવન્યુ વિભાગના કર્મચારીશ્રી એ માનવ જીવને સંકટ સમયમાં મદદરૂપ થઈ માનવતા મહેકાવી

 

 

સરકારશ્રી દ્વારા હાલમાં National Conference on Land Adminstration & Disaster Management નું ગાંધીનગર ખાતે તા.૦૩/૧૦/૨૦૨૫ તથા તા.૦૪/૧૦/૨૦૨૫ ના રોજ કોન્ફરન્સ/સેમિનારનું આયોજન કરેલું હતું જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા રેવન્યુ કર્મચારીઓ પણ તેમાં જોડાયા હતા જે અન્વયે તા.૦૪/૧૦/૨૦૨૫ ના રોજ જિલ્લાના નાયબ મામલતદારશ્રીઓ તથા ક્લાર્કશ્રીઓ તથા રેવન્યુ તલાટીશ્રીઓ આ તાલીમમાં વહેલી સવારે ૦૩:૩૦ કલાકે ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાનાં કડીયાણા ગામે રોડ પર વહેલી સવારે એક બાઈક સવાર જઈ રહ્યો હતો તેને ગાય રોડ પર ઉતરતા તેની સાથે અથડાય ભયંકર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડેલો હતો ત્યારે મોરબી જિલ્લાના રેવન્યુ વિભાગના કર્મચારીશ્રીઓની બસ તેમને જોઈ જતા બસના ડ્રાઈવર ને તરત જ બસ સાઈડમાં રાખવી બસમાં બેઠેલા તમામ કર્મચારીશ્રીઓ દોડીને અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને તરત જ રોડ પરથી સાઈડમાં બેસાડેલ અને તરત જ ભરતભાઈ ડોડીયા નાયબ મામલતદારશ્રી એ ૧૦૮ ને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવેલ ત્યારબાદ સમગ્ર મોરચો હિતેશભાઈ કુંડારીયા નાયબ મામલતદારશ્રી દ્વારા સંભાળવામાં આવેલ તેમજ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી સેમિનાર/કોન્ફરન્સમાં ગાંધીનગર જઈ રહેલ તમામ કર્મચારીશ્રીઓ ત્યાં હાજર રહી માનવ જીવને સંકટ સમયમાં ખરાઅર્થમાં મદદરૂપ થઈ માનવતા મહેકાવી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ.

Back to top button
error: Content is protected !!