વિજાપુર ખાતે ‘કૌશલ્ય દીક્ષાંત સમારોહ’નું સફળ આયોજન: 27 તાલીમાર્થીઓને મેડલ એનાયત કરાયો
વિજાપુર ખાતે ‘કૌશલ્ય દીક્ષાંત સમારોહ’નું સફળ આયોજન: 27 તાલીમાર્થીઓને મેડલ એનાયત કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રમ અને રોજગાર કૌશલ્ય મંત્રાલય (DGET) ભારત સરકારની સૂચના મુજબ, વિજાપુર ભાવસોર પાટીયા પાસે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ‘કૌશલ્ય દીક્ષાંત સમારોહ સંસ્થાના આચાર્ય જતીન ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આઇ ટી આઈના પાસ-આઉટ તાલીમાર્થીઓ, સંસ્થાનો સ્ટાફ તેમજ તાલુકાની નામાંકિત ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ દેવ ઇન્ડસ્ટ્રીઝના HR મેનેજર, અલકા ઇન્ડસ્ટ્રીઝના કાનજીભાઈ પટેલ , સેલ્વો ઇન્ડસ્ટ્રીઝના ડોક્ટર કર્ણ અને BRC તાલુકા કોઓર્ડીનેટર ભરતભાઈ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમજ આઇ ટી આઈ ના ઇન્સ્ટ્રેક્ટર એચ. આર. ઠાકર અને ડી. બી. કુંપાવત સહિત સમગ્ર સ્ટાફ દ્વારા તાલીમાર્થીઓને તેમની ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે રોજગારલક્ષી અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આઇ ટી આઈ ની એક વર્ષની બેચ-82 અને બે વર્ષની બેચ-81ના સફળ તાલીમાર્થીઓ પૈકી, વિવિધ ટ્રેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કુલ 9 ટ્રેડના 27 સફળ તાલીમાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય રેન્ક મુજબ અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ તમામ તાલીમાર્થીઓને તેમના માર્કશીટ અને સર્ટિફિકેટ પણ એનાયત કરી સન્માનિત કરવા માં આવ્યા હતા. આ સમારોહનું મુખ્ય આકર્ષણ તાલુકાની નામાંકિત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંસ્થાને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવેલ એમઓયુ (MOU) અને નોંધપાત્ર અનુદાન રહ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ પાર્ટનરોએ ભવિષ્યમાં પણ જરૂરિયાત મુજબ સંસ્થાને સહયોગ આપવાની ખાતરી આપી હતી. ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ સંસ્થા પાસે ઉદ્યોગની જરૂરિયાત મુજબના કુશળ ટેકનિશિયનો પૂરા પાડવાની માંગ કરી હતી, જેને સંસ્થાએ સહર્ષ સ્વીકારી હતી.સમગ્ર દીક્ષાંત સમારોહનું સંચાલન ITIના સ્ટાફ દ્વાર કરવામાં આવ્યું હતું.