ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ભારત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100વર્ષ પૂર્ણ થયા અને સંઘનું શતાબ્દી વર્ષ છે શિનોર તાલુકા ધ્વારા શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ ભારત વિધાલય ખાતે શ્રી વિજયા દશમી ઉત્સવ કાર્યક્રમ આયોજિત કરાયો હતો,જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રેરણામૂર્તિ ભારતીશ્રીજી શ્રી લીલા ગૌધામ ગૌશાળા ,બરકાલ અને વક્તા શ્રી ત્રંબકભાઈ ભટ્ટ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતાં .અને સંગઠન ને મજબૂત કરવા આહવાન કરાયું હતું.આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ,શિનોર APMC ચેરમેન સચિનભાઈ પટેલ,પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.મોટી સંખ્યામા ગ્રામજનો બહારથી આવેલા મહેમાનો હાજર રહ્યા હતા.