અંકલેશ્વરમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:નવા દીવા ગામ પાસેથી ₹4.85 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી એક ઇક્કો કાર ઝડપી પાડી છે. પોલીસે ₹4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી નવા દીવા ગામથી જૂની દીવી તરફ જતા માર્ગ પર કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે નવા દીવા ગામથી જૂની દીવી તરફ જતા માર્ગ પર આવેલી એક ગટર પાસે નવા દીવા ગામનો એક બુટલેગર ઇક્કો કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે વિદેશી દારૂની કુલ 816 બોટલ શોધી કાઢી હતી, જેની કિંમત ₹1.28 લાખ આંકવામાં આવી છે. દારૂ અને કાર સહિત કુલ ₹4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે મંગલમૂર્તિ સોસાયટીની બીજી ગલીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજુ ચંદુ ભાભોરને ઝડપી પાડ્યો છે, જ્યારે કિશન વસાવા નામના અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.