અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
વાવાઝોડાની શક્તિની અસર અરવલ્લીમાં : માલપુર-મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો,ખેડૂતો ચિંતિત,ખેતીને નુકશાન
શક્તિ વાવાઝોડુ ધીમે ધીમે નબળું પડતાં ગુજરાત પરથી મોટું સંકટ ટળ્યું : હવામાન વિભાગના સૂત્રો
ગુજરાતમાં વાવાઝોડા શક્તિની અસર અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અરવલ્લી જીલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકા અને અન્ય અંતરિયાળ વિસ્તારોમાં ધીમા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વહેલી પરોઢે વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડાસા શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
માલપુર નગર અને આજુબાજુના પંથકમાં ભારે વરસાદી ઝાપટું પડતાં પાણી રોડ-રસ્તા પર વહેતા થયા હતા. જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વરસાદના ઝાપટાંને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ખેતરોમાં તૈયાર પાક ઊભો હોય અથવા કાપણીની તૈયારી હોય ત્યારે અણધાર્યો વરસાદ નુકસાન પહોંચાડી શકે છે.અગાઉના વરસાદના કારણે જો પાકને નુકસાન થયું હોય અને ફરીથી વરસાદ પડે તો ખેડૂતોને બેવડો માર પડી શકે છે
નૈત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે. ત્યારે વરસાદના આ અંતિમ રાઉન્ડથી વતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જતા ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી. વરસાદ પડવાથી ખેડૂતોમાં શિયાળુ પાકની વાવણીની તૈયારીઓ વચ્ચે પાકને નુકસાન થવાની ચિંતા પણ વધી છે. સાથે કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે.