તા.૦૬.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
વોટ ચોર ગાદી છોડ
Dahod:દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ સાથે આક્રોશ રેલી અને જનસભા યોજાયો
દાહોદ શહેર ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટર અધિકાર જનસભા યોજાઈ હતી આ કાર્યક્રમ માં વિરોધ પક્ષ ના નેતા અમીત ચાવડા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભરતસિંહ સોલંકી મુકુંદ વાસનિક સહિત અનેક પ્રદેશ કક્ષા ના કોંગ્રેસ ના હોદ્દેદારો હાજર રહ્યા હતા જન સભા પહેલા કોંગ્રેસી નેતાઓ ની આગેવાની માં ગોધરા રોડ થી શહેર ના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રેલી પૂર્ણ થયા બાદ રાધે ગાર્ડન ખાતે એક વિશાળ જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સભા ને સંબોધન કરતા અમીત ચાવડા એ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાજાહેર સભા ને સંબોધન કરતા અમીત ચાવડા એ મંત્રી બચુ ખાબડ પર આકરા પ્રહાર કર્યા હતા ભ્રષ્ટાચારી મંત્રી બચુ ખાબડ ને ભાજપ મંત્રી પદ પરથી દૂર કેમ નથી કરવામાં આવતા તેવા અનેક સવાલો કર્યા હતા