MORBIMORBI CITY / TALUKO

MORBI:ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના સફાઈ કામદારોએ અરજી કરવી

MORBI:ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના સફાઈ કામદારોએ અરજી કરવી

 

 

સફાઈ કામદારોને આવાસ માટે ચાર હપ્તામાં રૂ. ૧.૭૦ લાખની સહાય મળવા પાત્ર; https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ કે કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને રહેણાંકના પાકા આવાસો મળી રહે તે માટે રાજ્યમાં ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમનાં આશ્રિતોને રૂ.૧,૭૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર છે, જે અરજદારને ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે.

જે અન્વયે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.

આ યોજનાનો વધુને વધુ લાભ લેવા તથા વધુ માહિતી કે મદદ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના નાયબ મેનેજર અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. ૪૬/૪૭, મોરબીનો સંપર્ક કરવા સફાઈ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજરશ્રી એ.એમ. છાસિયાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!