MORBI:મોરબી સીલીકોસીસ પીડીતોની વિવિધ સરકારી ખાતાઓ સમક્ષ રજુઆત
MORBI:મોરબી સીલીકોસીસ પીડીતોની વિવિધ સરકારી ખાતાઓ સમક્ષ રજુઆત
સીલીકોસીસ પીડી્તોને નડતી મુશ્કેલીઓના ઉકેલ માટે તાત્કાલિક પગલાંની વિનંતી કરતું પીડીત સંગઠન
મોરબીમાં હાલ 100થી વધુ સીલીકોસીસ પીડીત પરિવારો રહે છે. તેમના હક્ક અને અધિકારો માટે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી સતત કાર્યરત છે. સંઘના30જેટલા સભ્યો દ્વારા મોરબી કલેક્ટર કચેરી, મોરબી મામલતદાર કચેરી અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમની પ્રાથમિક જરૂરીયાત અંગે આવદેન પત્ર આપવામાં આવ્યું.
મોરબી સિવિલ હોસ્પિટલમાં ફેફસાંના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે, સંઘે તાત્કાલિકકાયમી ફેફસાં નિષ્ણાત ડૉક્ટરની નિમણૂકકરવાની માંગ કરી છે. હજી સુધી અહીં નિષ્ણાત ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી નથી. હાલની 20 નંબરની ઓપીડીમાં માત્ર ઇન્ટર્ન ડૉક્ટરો હાજર હોવાથી ગંભીર દર્દીઓ યોગ્ય નીદાનથી વંચિત રહે છે.કલેક્ટર દ્વારા મફત સારવાર આપવાનો હુકમ હોવા છતાં, નિષ્ણાત ડૉક્ટરની અછત આ હુકમનો વાસ્તવિક લાભ દર્દીઓને મળતો નથી.
સીલીકોસીસ પીડીત સંઘે જણાવ્યુ છે કે, તા. ૦૭/૦૧/૨૦૨૫ના રોજ સંઘે કલેક્ટર સમક્ષ ૭ માગાણીઓ રજુ કરી હતી. ત્યારબાદ અનેકવાર મુલાકાતો પછી, તા. ૨૫/૦૮/૨૦૨૫ના રોજ કલેક્ટર દ્વારા આગામી સપ્તાહમાં પીડીતોની મિટિંગ બોલાવીને ચર્ચા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. દરમીયાનમાર્ચ ૨૦૨૫થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાનના ૬ મહીનાના ગાળામાં સંઘના ૭ સભ્યોનું સીલીકોસીસના કારણે અકાળે અવસાન થયું છે.
હાલ, સંઘે આ ૭ મુદ્દાઓમાંથી “અંત્યોદય રેશન કાર્ડ”મુદ્દાને પ્રથમ પ્રાથમિકતા આપવાની વિનંતી સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંઘનું કહેવું છે કે, આ પગલાં સીલીકોસીસ પીડીતાઓને તેમની જીવનની જરૂરીયાતો પૂરી કરવામાં અને સુરક્ષિત જીવન વ્યતીત કરવામાં મદદરૂપ થશે. મોરબી મામલદાર સાથે પણ આ મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી છે.