GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા:

સંતરામપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા:

અમીન કોઠારી મહીસાગર

મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ને વોટચોરી સામે જનતાનો નારાજગીનો આક્રોશ

 

 

રાજયમા પ્રવૅતમાન મંદી, મોંઘવારી, બેરોજગારી અને વોટચોરીને ભ્રષ્ટાચાર ને નલસેજલ યોજના માં ભષ્ટ્રાચાર ને મનરેગા નાં ભષ્ટ્રાચાર થી ત્રસ્ત ગુજરાતની જનતાના હક અધિકાર માટે લડત બુલંદ કરવા માટે આજે સંતરામપુરના પ્રતાપુરા મેદાન ખાતે મહીસાગર જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા “જન આક્રોશ સભા” યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 


જન આક્રોશ સભામાં કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓએ રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ સામે કડક અવાજ ઉઠાવ્યો. આ સભામાં:

 


* અમિતભાઈ ચાવડા – પ્રદેશ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ
* મુકુલ વાસનિક – વરિષ્ઠ કોંગ્રેસ નેતા ને ગુજરાત નાં પ્રભારી તથા
* તુષારભાઈ ચૌધરી – વિધાનસભા વિપક્ષના નેતા ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં ભાષણ આપતાં નેતાઓએ જણાવ્યુ કે રાજ્યમાં બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી છે, ઘરઘર મોંઘવારીથી હાહાકાર છે અને ભ્રષ્ટાચારે માઝા મુકી છે

નલસેજલ યોજના નો રેલો સંતરામપુર સુધી આવે તો નવાઈ નહીં કેહવાય ને આમ જનતાની વ્યથા સાંભળનાર કોઈ નથી. ગુજરાત કોંગ્રેસે જનતાની સમસ્યાઓ માટે જાહેરમંચ પરથી સરકારને જવાબદેહ બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી.

નગરપાલીકામા પણ ભષ્ટ્રાચાર છે.

આ સભા અંતે લોકોમાં એક નવી ઉર્જા જોવા મળી અને કોંગ્રેસની હાકલ પર આવનારા દિવસોમાં ન્યાયની લડત માટે સંઘર્ષ કરવા લોકો પ્રતિબદ્ધ થયેલ

આ જન આક્રોશ સભામાં ધારાસભ્ય ગુલાબસિંહ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ.જીલલાના વિવિધ તાલુકાના હૌદધેદારો વિવિધ સંગઠનો નાં હોદેદારો માજી ધારાસભ્યોઅને પુવૅ જીલ્લા કોંગ્રેસ પ્રમુખો કાયૅકરો ને લોકો વીશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!