MORBI:મોરબી સીરામીક ઉધોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની થયેલી ફરીયાદ સંપૂર્ણપણે તદ્દન ખોટી અને તથ્યવિહન છે :સિરામિક એસો.
MORBI:મોરબી સીરામીક ઉધોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની થયેલી ફરીયાદ સંપૂર્ણપણે તદ્દન ખોટી અને તથ્યવિહન છે :સિરામિક એસો.
આ સંદર્ભે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા તાત્કાલિક તબક્કે આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન વિવિધ ફેક્ટરીઓ, કોન્ટ્રાક્ટરો તેમજ શ્રમિકો પાસેથી માહિતી મેળવી તથ્યો બહાર આવ્યા હતા કે રજૂ થયેલી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી, તથ્યવિહિન અને ગેરમાર્ગે દોરનાર હતી.
એસોસિયેશનના જણાવ્યા મુજબ, હકીકતમાં કોઈ પણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવાની અથવા બળજબરીપૂર્વક કામ લેવાતી હોવાની કોઈ ઘટના બની નથી. તપાસમાં માત્ર એટલું સ્પષ્ટ થયું કે એક કોન્ટ્રાક્ટર કોઈ કારણસર તાત્કાલિક હાજર ન હોવાથી પરપ્રાંતીય શ્રમિકોના એક માસના પગારની ચુકવણીમાં થોડો વિલંબ થયો હતો. પરંતુ બાદમાં તે ચૂકવણી નિયમિત રીતે કરવામાં આવી હતી.
મોરબી સિરામિક એસોસિયેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “મોરબીનો સિરામિક ઉદ્યોગ હંમેશાં શ્રમિકોના હિત, કલ્યાણ અને સલામતી માટે પ્રતિબદ્ધ રહ્યો છે. ઉદ્યોગમાં હજારો પરપ્રાંતીય શ્રમિકો વિવિધ રાજ્યોમાંથી રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે સન્માનપૂર્ણ અને પારિવારિક વાતાવરણ મળે છે.”તેમણે ઉમેર્યું કે, “મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને વિશ્વભરમાં જે પ્રતિષ્ઠા અને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે તે આ શ્રમિકો અને ઉદ્યોગકારોના પરસ્પર વિશ્વાસ અને સહકારને કારણે છે. આ સંબંધને ખોટા દાવાઓ દ્વારા દાગ લગાવવાનો પ્રયાસ અમુક તત્વો કરી રહ્યા છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.”એસોસિયેશન દ્વારા સરકાર તેમજ લોકમાધ્યમોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અસત્ય માહિતી પ્રકાશિત કરતા પહેલા તેની સાચી-ખોટી ચકાસણી કરવી જરૂરી છે, જેથી ઉદ્યોગ તથા શ્રમિક વર્ગ વચ્ચે ભ્રમ ન ફેલાય.
મોરબી સિરામિક એસોસિયેશનના અંતિમ નિવેદન મુજબ, “મોરબીનો સિરામિક પરિવાર એક મોટો સંયુક્ત પરિવાર છે, જ્યાં દરેક શ્રમિક, કોન્ટ્રાક્ટર અને ઉદ્યોગપતિ વચ્ચે સહયોગ તથા સન્માનના સંબંધો છે. અહીં બળજબરી કે શોષણ નહીં પરંતુ શ્રમનું સન્માન થાય છે.”