MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળીયા તાલુકાના તરઘરી ગામે એટ્રોસીટીની ફરીયાદ કરવાના મુદ્દે ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર

MALIYA (Miyana:માળીયા તાલુકાના તરઘરી ગામે એટ્રોસીટીની ફરીયાદ કરવાના મુદ્દે ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર

 

 

માળિયાના તરઘડી ગામ પંચાયતના મહિલા સભ્ય દ્વારા ચાર આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ પદેથી સસ્પેન્ડ કરાવવા અને ઘર ખાલી કરાવવાની ધમકી આપી એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના વિરોધમાં ગ્રામજનોએ જીલ્લા કલેકટર અને મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદન પાઠવી એટ્રોસિટી ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યું છે

તરઘડી ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત તા. ૦૨ ના રોજ તરઘડી ગ્રામ પંચાયતની ગામ સભા રાખી હતી જે ગામ સભાનો હેતુ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા કરવાનો હતો ગ્રામ સભામાં ગામના નાગરિકો હાજર હતા સભામાં અનુસુચિત જાતિના લોકોએ માંગણી કરી કે રે. સર્વે. નં. ૩૨૯ વાળી જમીનમાં સ્મશાન માટે જગ્યા ફાળવણી કરવામાં આવે પરંતુ જમીન ગૌચર જમીન હોય અને ખેડૂતોના વાડા આવેલ છે જેથી સર્વે નં ૩૩૧ પૈકી ૨ ની જીનમાં અનુસુચિત જાતિના સ્મશાન માટે ફાળવણી માટે માંગણી કરીને ઠરાવ કરીએ છીએ તરઘડી ગ્રામ પંચાયતના સભ્ય રશ્મિકાબેન બીપીનભાઈ પરમાર હાજર હોય જેના પતિ બીપીનભાઈ, નરોતમ પરમાર અને મહેન્દ્ર પરમાર હાજર હતા જેને વિરોધ કર્યો કે અમારે અનુસુચિત જાતીના સ્મશાન માટે રે. સર્વે નં. ૩૨૯ વાળી જમીનમાં જ જગ્યા જોઈએ છે જેથી તેમને સારું લાગ્યું નહિ ગ્રામજનો પોત પોતાના મંતવ્યો રજુ કરતા હતા ત્યારે તરઘડી ગામના ભાવેશ ભીમજીભાઈ સાવરીયા, પ્રકાશ પ્રેમજીભાઈ ફૂલતરીયા, બળવંત મગનભાઈ કુકરવાડિયા અને ઘેલાભાઈ કચરાભાઈ સુવારીયા હાજર હતા જણાવ્યું કે રશ્મીકાબેન બીપીનભાઈ પરમાર ગ્રામ પંચાયત બોડીના સભ્ય હોય પરંતુ ત્રણ સંતાનની માતા હોવાથી ગેરલાયક ઠરે અને જે હકીકત હતી તે જણાવી હતી પરંતુ રશ્મીકાબેન પરમાર અને તેના પતી ઉશ્કેરાઈ ગયા હતા અને કોઇપણ વ્યક્તિએ ત્રણ સંતાનની માતા અંગેનો વિરોધ કર્યો છે તો તેમને એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેશું બાદમાં રશ્મીકાબેન પરમાર સભ્યમાંથી ત્રણ સંતાનની માતા હોવાથી પંચાયતના સભ્યમાંથી ગેરલાયક ઠરે તેવી હકીકતથી તે સારી રીતે વાકેફ હોવાથી ભાવેશભાઈ સાવરિયા, પ્રકાશભાઈ ફૂલતરીયા, બળવંતભાઈ કુકરવાડિયા અને ઘેલાભાઈ સુવારીયાએ કોઈપણ પ્રકારની ધમકી આપી ના હતી કે ડરાવ્યા કે અપમાનિત કર્યા ના હતા છતાં પરંતુ પંચાયત સભ્ય રશ્મીકાબેનને ત્રણ સંતાનની માતા હોય અને સભ્યમાંથી ગેરલાયક ઠરાવવા અંગે ફરી પાછો નાગરિક મુદો ના ઉઠાવે જેથી ખોટી ફરિયાદ કરી છે જેથી ખોટી ફરિયાદ કરનાર વિરુદ્ધ કાનૂની પગલા લેવા માંગ કરી છે

Back to top button
error: Content is protected !!