BANASKANTHAGUJARAT

થરામાં ઓગડ તાલુકા અને થરાના વાલ્મિકી સમાજ દ્વારા ઋષિ વાલ્મિકી જન્મ જયંતીની ઉજવણી કરાઈ..

નવ રચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નગર પાલિકાના પટાંગણમા ૭ મી ઓક્ટોબર ૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે વાલ્મિકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ,થરા દ્વારા

થરામાં ઓગડ તાલુકા અને થરાના વાલ્મિકી સમાજ દ્વારા ઋષિ વાલ્મિકી જન્મ જયંતીની ઉજવણી કરાઈ..

આદ્યકવિ,રામાયણના રચયિતા, મહર્ષિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા. આસોસુદ પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે મહર્ષિ વાલ્મિકી નો જન્મદિવસ એટલે કે ભારત ભરમા વાલ્મિકી જયંતિની ઉજવવામાં આવે છે.ત્યારે નવ રચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નગર પાલિકાના પટાંગણમા ૭ મી ઓક્ટોબર ૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે વાલ્મિકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ,થરા દ્વારા માર્કેટયાર્ડ થરાના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી, બ.કાં.જિલ્લા ભાજપ યુવા પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ ઠક્કર,નગર પાલિકા ઓડિટર હિતેશભાઈ મોચી,કોન્ટ્રાક્ટર બળદેવભાઈ રાવલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.મહેમાનોને પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરી ચમનભાઈ મકવાણાએ શાબ્દિક શબ્દ દ્વારા મહેમાનોને આવકાર્ય હતા.પ્રાસંગિક પ્રવચન કરતા નિરંજનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વાલ્મિકી ઋષિનું જીવન પ્રેરણાદાયી હતું.વાલિયો લૂંટારો માંથી વાલ્મિકી ઋષિનું બિરૂદ તેમને તેમના કર્મથી મળ્યું હતું. પ્રધાન મંત્રી મોદી પણ વાલ્મિકી સમાજના લોકોને આદર્શ માને છે તેમને સ્વચ્છતા અભિયાનમાં વાલ્મિકી સમાજના લોકોને “સ્વચ્છ ભારત મિશનના સૈનિકો” ગણાવ્યા હતા.વાલ્મિકી ચેરીટેબલ ટ્રસ્ટ કાંકરેજ થરાના પ્રમુખ મંગળભાઈ રાઠોડ,ઉપ પ્રમુખ બળવંતભાઈ મેમદાવાદીયા,મંત્રી ચમનભાઈ મકવાણા રાણકપુર,ખજાનચી રમેશભાઈ કંબોયા, થરા,સહમંત્રી ચેનાભાઈ સમેચા કસલપુરા, દેવાભાઈ મુનેચા માનપુરા (ઉણ) સહીત થરા શહેર વાલ્મિકી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ,યુવા સંગઠન બ.કાં. ના પ્રમુખ,ગુજરાત યુવા સંગઠન અધ્યક્ષ,સર્વે વાલ્મકી સમાજના નામી અનામી કાર્યકર્તાઓ હાજર રહી વાલ્મકી મહર્ષિ જન્મજયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!