અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસામાં ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ યથાવત, સર્વોદય સહકારી બેંકમાં આજે વિભાગની ટીમો પહોંચતા ચકચાર
મોડાસા શહેરમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસનું મોહિમ યથાવત રાખવામાં આવ્યું છે. શહેરની સર્વોદય સહકારી બેંકમાં આજે વિભાગની ટીમો પહોંચતા ચકચાર મચી ગઈ છે.માહિતી મુજબ, મોડાસાના અગ્રણી બિલ્ડર્સ, ડોક્ટર અને વેપારીઓ પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી આવકવેરા વિભાગની કાર્યવાહી બાદ હવે બેંકના ૧૬ લોકર સીલ કરવામાં આવ્યા હતા, જેને આજે ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.લોકર ખોલવાની કાર્યવાહી દરમિયાન સંબંધિત બિલ્ડર્સ, ડોક્ટરો અને વેપારીઓની હાજરીમાં તપાસ હાથ ધરાઈ રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, લોકર તપાસમાં મહત્વના દસ્તાવેજો અને રોકડ રકમ મળી આવવાની શક્યતા છે. આવકવેરા વિભાગની ટીમો ફરી મોડાસા શહેરમાં ધામા થતાં વેપારી વર્ગમાં ચકચારનો માહોલ સર્જાયો છે.વિભાગ તરફથી હજી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ તપાસનો વ્યાપ વધુ વિસ્તરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.