આણંદ પીઆઈ ઝાલાને ગુજરાત હાઈકોર્ટે 15,000 રૂપિયા નો દંડ ફટકાર્યો.
આણંદ પીઆઈ ઝાલાને ગુજરાત હાઈકોર્ટે 15,000 રૂપિયા નો દંડ ફટકાર્યો.
તાહિર મેમણ – આણંદ – 07/10/2025 – આણંદ જીલલા ના આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટે ₹
15,000 રૂપિયા નો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ જે.સી. દોશીની કોર્ટે અદાલતના આદેશ છતાં સતત ચાર મુદતમાં હાજર ન રહેવા બદલ આ કાર્યવાહી કરી છે.
હાઈકોર્ટે પીઆઈ ઝાલાની વર્તણૂક પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે નોંધ્યું કે, વારંવારની તાકીદ અને સરકારપક્ષની સૂચનાઓ છતાં પીઆઈ ઝાલા અદાલત સમક્ષ હાજર રહ્યા ન હતા. તેમનું આ વર્તન અદાલતની ગરિમા અને કાયદાના શાસન પ્રત્યે માનનો અભાવ દર્શાવે છે.
અદાલતે જણાવ્યું કે, પોલીસ વિભાગ પીઆઈ ઝાલાના અપમાનજનક વર્તન માટે માત્ર વિભાગીય કાર્યવાહી શરૂ કરીને સંતુષ્ટ જણાય છે. પીઆઈએ સોગંદનામું રજૂ કરીને માત્ર પસ્તાવો વ્યક્ત કર્યો હતો. અદાલતનો સ્પષ્ટ અભિપ્રાય છે કે, એક પોલીસ અધિકારી તરીકે તેમનું વર્તન યોગ્ય નથી અને અદાલતની ગરિમા જાળવતું નથી. આ સંજોગોમાં તેમને દાખલારૂપ દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની આ રકમ પીઆઈ ઝાલાએ સાત દિવસમાં આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત, હાઈકોર્ટે આ સમગ્ર મામલો આણંદ એસ.પી. પર છોડી દીધો છે. એસ.પી.એ પીઆઈ ઝાલાના આચરણ બદલ યોગ્ય પગલાં લેવા અને તેમની સર્વિસ બુકમાં ગંભીર નોંધ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાનો રહેશે.