Rajkot: “વિકાસ સપ્તાહ – ૨૦૨૫” કસ્તુરબાધામ, ત્રંબામાં “વિકાસ સપ્તાહ” નિમિત્તે “વિકાસ રથ”નું ઉમળકાભેર સ્વાગત
તા. 6/10/2025
વાત્સલયમ્ સમાચાર
સેવાસેતુ કેમ્પમાં વિવિધ સેવાઓનો નાગરિકોએ લાભ લીધો
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં ૭મી ઓક્ટોબરથી “વિકાસ સપ્તાહ”નો આરંભ થયો છે, ત્યારે આજે રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ, ત્રંબામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે અહીં સેવાસેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.
“વિકાસ સપ્તાહ” અંતગર્ત આજે “વિકાસ રથ” કસ્તુરબા ધામ ત્રંબા ગામમાં આવી પહોંચતા બહેનોના હસ્તે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૪ વર્ષના સુદીર્ઘ શાસનકાળમાં ગુજરાત રાજ્યે મેળવેલી સિદ્ધિઓની ઝાંખી ફિલ્મના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. જેને નાગરિકોએ નિહાળી હતી.
આ અવસરે અહીં સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગ દ્વારા સ્ટોલ રાખીને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન નાગરિકોને આપવામાં આવ્યું હતું. ઉપરાંત આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ, આવકના દાખલા સહિતની સેવાઓ પણ અહીં રાખવામાં આવી હતી. જેનો લાભ અનેક નાગરિકોએ મેળવ્યો હતો. અહીં મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. જેમાં લોકોને ડાયાબિટીસ, બી.પી.ની પણ વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવી હતી. ઉપરાંત જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી દર્શનાબેન પીઠવા, ગ્રામ પંચાયતના સભ્ય શ્રી નીતિનભાઈ રૈયાણી, શ્રી મનસુખભાઈ નસિત, શ્રી સોનલબેન બારસિયા, શ્રી મહેન્દ્રભાઈ મકવાણા, નાયબ મામલતદાર શ્રી ધર્મેન્દ્રભાઈ ઝાલા, વિસ્તરણ અધિકારી શ્રી શરદભાઈ મહેતા, તલાટી શ્રી અસ્મિતાબહેન ગજેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.