Rajkot: વિકાસ સપ્તાહ – ૨૦૨૫ રાજકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગિક નીતિ અંગેનો સેમિનાર યોજાયો
તા. 7/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં, તેને ૦૭ ઓક્ટોબરના રોજ ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. ૨૪ વર્ષની સંકલ્પ સિદ્ધિની આ ગાથા જન-જનમાં ઉજાગર કરવા માટે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર સુધી ‘‘વિકાસ સપ્તાહ’’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
રાજકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગિક નીતિ – ૨૦૨૨ અને ડ્રોન ટેકનોલોજીની જાગૃતિ ફેલાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂડા નાયબ કલેક્ટર શ્રી સિદ્ધાર્થભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ અધિકારી શ્રી જે. જી. ફળદુ નિષ્ણાત અને શ્રી ગર્વિતભાઈ પંડ્યાએ
ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત સરકારની પોલીસી તેમજ કુટીર અને ગૃહ ઉદ્યોગની યોજનાઓ સંબંધિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ઉપસ્થિતોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.