MORBI મોરબીમાં વૃદ્ધને રીક્ષામાં બેસાડી નજર ચુકવી ખિસ્સામાંથી બે શખ્સોએ રોકડ રકમ સેરવી લીઘી
MORBI મોરબીમાં વૃદ્ધને રીક્ષામાં બેસાડી નજર ચુકવી ખિસ્સામાંથી બે શખ્સોએ રોકડ રકમ સેરવી લીઘી
મોરબી શહેરમાં ફરી રીક્ષા ગેંગ સક્રિય થવાના એંધાણ સામે આવ્યા છે જેમાં મોરબીના શનાળા રોડ જીઆઇડીસી નાકા પાસેથી નવા બસ સ્ટેન્ડ સુંધીમા વૃદ્ધને પેસેન્જર તરીકે આરોપીએ રીક્ષામાં બેસાડી અન્ય બે શખ્સોએ વૃદ્ધની નજર ચૂકવી ખીસ્સામાંથી રોકડા રૂપિયા ૧૨,૦૦૦ સેરવી લીધા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ટમ્લીયા જામવા રહેતા અને હાલ મોરબીના દલવાડી સર્કલ આગળ કેનાલ પાસે ઝુંપડામાં રહેતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (ઉ.વ.૬૦) એ આરોપી સી.એન.જી. રીક્ષા ચાલક તથા તેની સાથેના બે અજાણ્યા પુરૂષ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની મજુરી કામ ઉપર જતા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ જીઆઇડીસી નાકા પાસેથી નવા બસ સ્ટેન્ડ સુંધીમા સી.એન.જી રીક્ષા ચાલક આરોપીએ પેસેન્જર તરીકે ફરીયાદીને રીક્ષામા બેસાડી અન્ય બે પુરૂષ આરોપી સાથે બેસાડી ફરીયાદીની નઝર ચુકવી ફરીયાદીના ના પેન્ટના ખીસ્સામાથી રોકડ રૂ.૧૨૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ -૩૦૩(૨),૨૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.