પાલનપુરમાં કરોડોના ખર્ચે તૈયાર આયોજનમાં મોટા રામદેવ મંદિર જીર્ણોદ્ધાર સાધુ .સંતો વ્યાપારીઓ ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી
8 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં કરોડોના ખર્ચે તૈયાર આયોજનમાં મોટા રામદેવ મંદિર જીર્ણોદ્ધાર સાધુ .સંતો વ્યાપારીઓ ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી. લાખો રૂપિયાનો દાનનો ધોધ ભક્તો દ્વારા અર્પણ કરાયો.
પાલનપુરમાં પથ્થર સડક વિસ્તારમાં આવેલું મોટા રામજી મંદિર જે તારીખ 5 -10 -2025 ના રોજ નવીન જીર્ણોદ્ધારને લઈને હાજરી આપવા સાધુ . મહંત. તેમ જ શહેરના વ્યાપારીઓ રાજકીય આગેવાનો હિન્દુ સંગઠનો અન્ય ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ મંદિરના નિર્માણમાં લગભગ 7 કરોડો રૂપિયાના આયોજનમાં અનેક દાનવીર દાતાઓ લાખો રૂપિયા દાન આપી આ રામજી મંદિરના નિર્માણમાં સહયોગી બન્યા હતા આ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુંતેમ જ અન્ય હિન્દુ પ્રેમીઓને આ મંદિરના જીર્ણોદ્ધાર દાન આપવા હાજર રહેલા મહંતો પ્રજાને વિનંતી કરી હતી.પાલનપુર પથ્થર સડક વિસ્તારમાં આવેલું આશરે 4૫૦વર્ષ પુરાણું રામજી મંદિર જે લાખો ભક્તો આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરમાં અનેક દેવ દેવીઓ ની મૂર્તિઓ અગાઉ સ્થાપના થઈ ચૂકી છે જોકે આ નવા જીર્ણોદ્ધાર માં ભગવાનની અન્ય મૂર્તિઓ નવી સ્થાપના કરી આયોજન કરેલું છે આ ઉપરાંત ગૌશાળા સાધુ સંતો માટે અન ક્ષેત્ર તેમજ બાળકો માટે શાળાના આયોજનો પણ યથાવત છે આ મંદિરને જીર્ણોદ્ધારને લઈને શ્રીરામ સેવા સમિતિ તેમજ રામજી મંદિરના મહંત હિન્દુ સંગઠનો તેમજ ટ્રસ્ટીઓ અગાઉ પણ ચર્ચાઓ કરી નવીન મંદિર બનાવવા માટે મીટીંગો બોલાવી હતી જેનું શુભ મુહૂર્ત પાંચ ઓક્ટોબર આસો તેરસના દિવસે આવતા જ આ દિવસે ખાઘમુરતની જાહેરાત કરી હતી તે દિવસે મંદિરના મહંત રાઘવદાસજી તેમજ સમિતિના પ્રમુખ શિવરામભાઈ પટેલ. ઉદ્યોગપતિ દલસુખભાઈ અગ્રવાલ. મનુભાઈ પટેલ મહેશભાઈ પટેલ. હાથીદરા ના મહંત હર દયાલ પુરી તેમજ કંથરીયા હનુમાનના મહારાજ વિજય આશ્રમના મહંત સહિત વેપારીઓ ભક્તોએ હાજરીમાં આ મંદિરનો આખરી પ્લાન નિર્ણય રજૂ કરી મંદિરના જીર્ણોદ્ધાર મુરત શ્રી ગણેશ કર્યા હતા જોકે હાજર રહેલા ભક્તોએ ઉદાહરણ સાથે દાન આપ્યું હતું તેમને સન્માનિત કરાયા હતાજ્યારે ટ્રસ્ટીઓએ જણાવ્યું આ મંદિરના વિકાસ માટે દરેક હિન્દુ દાન આપી સહયોગ કરે તેવી અપીલ કરી હતી.