ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે એક મકાનમાં આગ લાગતા મકાનમાં રાખેલ ઘરવખરી સહિતનો સામાન સ્વાહા
આગની ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની નહિ- ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
ઝઘડિયા તા.૮ ઓકટોબર ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આજે સવારે એક મકાનમાં આગે દેખા દેતા થોડીવારમાંજ મકાનનો સરસામાન આગની લપેટમાં આવી ગયો હતો,અને ઘરની ઘરવખરી સહિતનો સામાન આગમાં સ્વાહા થઇ જતા મકાન માલિક અરવિંદભાઇ માછીને મોટું આર્થિક નુકશાન થયું હતું. આગની જાણ થતા તાત્કાલિક અગ્નિશામક બંબા બોલાવાયા હતા,ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરતું મકાનનો સરસામાન આગની લપેટમાં આવી જતા મકાનમાલિકે મોટું આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી,આગ શોર્ટ સર્કિટથી લાગી કે કોઇ અન્ય કારણોસર તે બાબતે કોઇ આધારભુત માહિતી હજુ મળી નથી. આગની આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની નહિ થતા તંત્રએ રાહત અનુભવી હતી.આગ આજુબાજુમાં પ્રસરે તે પહેલા અગ્નિશામક બંબાઓમાંથી પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાતા ઘટનાસ્થળની આજુબાજુનો વિસ્તાર આગની લપેટમાં આવી જતા બચી ગયો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી