લંપટ શિક્ષક સલમાન નાથાએ હેવાનિયતની હદ વટાવી, સગીર વિદ્યાર્થીની સાથે અશ્લીલ વર્તન
સમીર પટેલ, ભરૂચ
જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન હદના એક ગામમાં આવેલી શાળાના શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થીની સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે કાવી પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
માહિતી મુજબ સલમાન સિરાજ નાથા નામના શિક્ષકે વિજ્ઞાન મેળા માટેના સાધનો ખરીદી કરવા માટે વિધાર્થીનીને ભરૂચ લઈ જવાનો બહાનું બનાવી વિદ્યાર્થીનીને પોતાની કારમાં ભરૂચ સુધી લઈ ગયો હતો.ત્યાં આવેલા સીટી સેન્ટરના પાર્કિંગમાં લઈ જઈ સગીર વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
આ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીનીને પોતાની ફોરવ્હીલ કારમાં એક કલાક સુધી બેસાડી રાખી અને ઘટના વિશે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ઘભરાયેલી વિદ્યાર્થિનીએ આ અંગેની જાણ પોતાના પરિવારને કરતા શિક્ષકની કરતૂતોનો મામલો બહાર આવ્યો હતો.જેથી પરિવારજનોએ કાવી પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
આ મામલે કાવી પોલીસ મથકના પીઆઈ કીર્તનસિંહ સોલંકી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,સગીર બાળકીના પરિવારજનોએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે જેથી અમે આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી શિક્ષકની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.