તા.૦૮.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદ સરકારી ઈજનેરી કોલેજ ખાતે પ્લેસમેન્ટ એમપાવરમેન્ટ પ્રોગ્રામ યોજાયો
વિકાસ સપ્તાહ અંતર્ગત સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે પ્લેસમેન્ટ એમપાવરમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગની આવશ્યકતાઓ મુજબ તૈયાર કરવાનો અને તેમની કારકિર્દી માટે જરૂરી વ્યક્તિગત તેમજ વ્યવસાયિક કુશળતાઓ વિકસાવવાનો હતો.આ પ્રોગ્રામમાં ખ્યાતનામ કરિયર કોચ શૈલેષ ઠક્કરએ મુખ્ય માર્ગદર્શક તરીકે હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગ ધોરણો (Industry Trends), કોમ્યુનિકેશન સ્કિલ્સ, ગ્રુપ ડિસ્કશન, રિઝ્યૂમ બિલ્ડિંગ, અને કારકિર્દી આયોજન (Career Planning) વિષે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું.વિદ્યાર્થીઓએ વિવિધ ઈન્ટરએક્ટિવ સત્રો દ્વારા આત્મવિશ્વાસ અને પ્રેઝન્ટેશન સ્કિલ્સમાં વધારો થાય એ માટેની જાણકારી પ્રાપ્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મૉક ઇન્ટરવ્યૂ તેમજ ગ્રુપ એક્ટિવિટીઝ દ્વારા પ્રાયોગિક અનુભવ પણ પ્રાપ્ત થયો.કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કે. બી. જુડાલના માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ, સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતમાં કારકિર્દી નિર્માણ માટે જરૂરી આત્મવિશ્વાસ અને દિશા પ્રદાન કરે છે અને તેમના વ્યાવસાયિક વિકાસ માટે અત્યંત માર્ગદર્શક સાબિત થાય છે